આજે કહું છું તને, હું બદનામ છું!
પ્રેમનો આખરી અંજામ છું!
કબૂલ ન કરી શક્યો જે ચાહતને,
ઍવો બદનસીબ – બેજુબાન છું!
મળી ન શક્યો જેનો જવાબ ક્યારે’ય,
હું ઍવો મુશ્કેલ સવાલ છું!
નામ લખી તારું, હ્રદય – સીમા પર,
ખુદને ભૂલી ગયો, ઍ બેનામ છું!
મહેંદી મઢેલી હાથની રેખાઓમાં,
વિદાયવેળાનો આખરી સલામ છું!
તને ચાહતો હતો, તને જ ચાહતો રહીશ,
ભલે આજ માત્ર તસવીર બેજાન છું!
- કૃતિ

saras
kharaa hradayhI jyaare lakhaayu hoy tyaarej vaachak te darda anubhavi shake.
lakhati raheje..
Vijay
saras
VERY NICE .. KEEP IT UP..
really heart touching.
choice of words are really perfect.
I can feel it.
khub j saras mari dil ne vaacha aapi chhe tame
khub j saras mara dil ne vacha aapi chhe tame