પાગલ હ્રદય!

25 08 2008

પાગલ હ્રદય! આ લાગણી પણ ક્યાં સુધી જશે?
ઠોકર જો મળશે માર્ગમાં, પછી વળી જશે!

તોફાનથી શું ભય ને કિનારાથી મોહ શું?
શ્રધ્ધા છે જ્યારે પૂરી કે નૌકા ડૂબી જશે!

ઍ ચીસ જેવી ચીસને પણ અવગણી ગયા;
ને ધારણા હતી કે ઈશારો કળી જશે!

ભર ઉંઘમાં’ય આવે ના હોઠો ઉપર ઍ નામ,
ભીંતોને કાન હોય છે ઍ સાંભળી જશે!

આવ્યો પ્રસંગ સુખનો, જીરવજે સભાન થઈ,
આદત વિનાનું હાસ્ય તો આંખો ભરી જશે!

‘નાશાદ’ બીજું કૈં નહીં સોબતની હો અસર,
મસ્જિદમાં જઈને બેસ, નમાઝ આવડી જશે!

- ગુલામ અબ્બાસ “નાશાદ”

Actions

Information

One response

26 08 2008
sagar

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ

પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

Leave a comment