ચાહત

17 08 2008

ચંદ્રની શીતળતામાં સંતાપ પામવા ચાહું છું, નવાઈ લાગશે!
હસતો ચહેરો ને મુસ્કાન પામવા ચાહું છું, નવાઈ લાગશે!

ધૂપ મઢેલી સવારની ઊજળી હથેળીમાં, અંધારી ઍક રેખા નજર આવે!
તરસ્યા રહે અધરોના કિનારા, ઝરમર વરસતી જ્યાં મેઘા નજર આવે!

મધુવન માંહે ઉગતી કળીમાં, કરમાયેલી ઍક પાંદડી હોય!
નીલ સાગર-શી ઊંડી આંખોમાં, નાનકડી ઍક આંજણી હોય!

સફળતાની અવિરત વણઝાર વચ્ચે, હારવાની ઍક તક જો પામું!
આજ અને કાલના સમય વચ્ચે, ભૂતકાળની ઍક ક્ષણ જો પામું!

ઍક ઝંખના ઊભરાય છે મનમાં, ફરી ક્યાંક ઍ નજર મળે!
જીવનધારામાં ઉમેરાય તારા પ્રેમનું ઝરણું, ચાહના નથી કે ઈશ્વર મળે!

- કૃતિ

Actions

Information

4 responses

17 08 2008
pragnaju

સરસ રચના
સફળતાની અવિરત વણઝાર વચ્ચે, હારવાની ઍક તક જો પામું!
આજ અને કાલના સમય વચ્ચે, ભૂતકાળની ઍક ક્ષણ જો પામું!
ગમી

17 08 2008
vijay shah

ઍક ઝંખના ઊભરાય છે મનમાં, ફરી ક્યાંક ઍ નજર મળે!
જીવનમાં ઉમેરાય પ્રેમનું ઝરણું, ચાહના નથી કે ઈશ્વર મળે!

saras

28 08 2008
Vipul Kheraj

ઍક ઝંખના ઊભરાય છે મનમાં, ફરી ક્યાંક ઍ નજર મળે!
જીવનધારામાં ઉમેરાય તારા પ્રેમનું ઝરણું, ચાહના નથી કે ઈશ્વર મળે!

……….ગમ્યું તે લખ્યું!!!!

30 08 2008
Jay

સફળતાની અવિરત વણઝાર વચ્ચે, હારવાની ઍક તક જો પામું!
આજ અને કાલના સમય વચ્ચે, ભૂતકાળની ઍક ક્ષણ જો પામું!

very nice

Leave a comment