સપનું હતું ઍ ઉઘાડી આંખનું,
કે બંધ આંખે જોયું હતું??
ક્ષિતિજ પર ધરતી ને આકાશનું મિલન -
ઍ મારું સપનું હતું!
ઍ આભાસ હતો કે મનની આકાંક્ષા -
હું હજી સમજી શકી નથી!
ક્યારેક વસુધાને ઈચ્છા થતી હશે આભને ચૂમવાની,
તો આકાશને પણ ચાહના હશે ધરાને ભેટવાની!
પર્વતની પાછળ ઍ સૂરજ જ્યારે ડૂબી જાય છે,
અને ચાંદનીનું અમૃત જ્યારે ધરતીનો શણગાર બને છે -
શું ઍનું રૂપ હોય છે!
સંધ્યા જ્યારે ગગનમાં સુંદર રંગાવલી રેલાવે છે,
ને આભમાં અસંખ્ય હીરાઓ ચમકી ઉઠે છે -
સૌંદર્ય પણ તો શરમાઇ જાય છે!
ઍક ક્ષણ પવન થંભી જાય છે,
ને સૃષ્ટિના ધબકાર પણ શમી જાય છે;
ધરતી ને આકાશનું ઍ મિલન -
આહ! કેવી ચમત્કૃતિ સર્જે છે!!
ક્યાંકથી ઍક નાનકડી વાદળી ધસી આવે છે…
…ને આંખો ખૂલી જાય છે!
આંખમાંથી ઝાકળનું ઍક ટીપું પડે છે;
હ્રદય પોકારી ઉઠે છે -
“ક્યાં સુધી જીવીશું ઍ આભાસ સાથે?
ધરતી – આકાશના મિલનની ઍ અતૃપ્ત પ્યાસ સાથે??”
- કૃતિ

સરસ રચના
આંખમાંથી ઝાકળનું ઍક ટીપું પડે છે;
હ્રદય પોકારી ઉઠે છે -
“ક્યાં સુધી જીવીશું ઍ આભાસ સાથે?
ધરતી – આકાશના મિલનની ઍ અતૃપ્ત પ્યાસ સાથે??”
વાહ્
atrupti nu sundar gaan!
kruti..sundar rachana…abhinandan..khub khub lakhati rahe…and success is yours…
amazing….
it reminds me of one of my fav songs.
“taaron mein saj ke, apane sooraj se, dekho dharatee chalee milane….”