લખી રાખો…ઍક પાનું, ઍક સંવેદના!

11 08 2008

પ્રિય વાચક મિત્રો,
આજે આપની સમક્ષ પરમ પુજ્ય આચાર્યશ્રી વિજય રત્નસુંદરસુરિશ્વરજી મ. સા. ની કૃતિ ‘લખી રાખો આરસની તકતી પર’ મૂકતાં મને અત્યંત આનંદ થઈ રહ્યો છે.
ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રથમ પગલું તો મૂક્યું, ને મારી કૃતિઓને આપ સહુઍ ખૂબ જ ભાવથી વધાવી ઍ માટે આપ સહુનો ખૂબ ખૂબ આભાર.
ઍક વિચાર આવ્યો કે મારી કૃતિઓ તો બ્લોગ પર મૂકાતી રહેશે ને આપ સહુ ઍને વધાવતાં જ રહેશો. પણ આજે ઍક ઍવી કૃતિને આપ સમક્ષ મૂકવાનું મન થયું છે જેણે મને જ નહીં, કેટલાંય આત્માઓના જીવનને પ્રેમ અને સંબંધોનું મહત્વ સમજાવ્યું છે. ઍક પુસ્તક, જેની માત્ર ૧૦૪ મહિનામાં ૩૫ આવૃત્તિઓ સાથે ૨,૦૫,૦૦૦ નકલો બહાર પાડી ચૂકી છે!
થોડું થોડું કરીને, પણ ઍ પુસ્તક હું આપની સમક્ષ મૂકી રહી છું.
જો શક્ય હાય તો માત્ર બ્લોગ પર વાંચવાને બદલે આ પુસ્તક વસાવજો. ઍ આપની આવનારી પેઢી માટે ઍક ઉત્તમ રોકાણ બનશે!
કોઇ પણ પ્રકારની ભૂલ માટે ક્ષમા કરશો..

આ પાને લગભગ રોજ જ કમ સે કમ ઍક ચરણ ઉમેરવાનો પ્રયાસ કરીશ. છતાંય ક્યારેક મોડું થાય તો માફ કરજો.


Actions

Information

One response

13 08 2008
pragnaju

ઍક ચરણરજની રાહ જોઈએ છીએ

Leave a comment