કૃતિ!! ઍક સામાન્ય નામ!
જન્મ થયો તો ડૉક્ટર બોલ્યાં, “નહી જીવે!” પણ પ્રેમાળ પરિવાર ની લાગણી અને સાથ ઍક સુંદર જીવન નુ કારણ બન્યું!
આમ તો મારુ જીવન ખાસ જ કહેવાય ને!
તો આ જીવન ફક્ત ઍમનું જેમણે પોતાનુ જીવન બીજા કાજ જીવ્યું!
સંસ્કાર અને લાગણી જેના લોહી માં વહે છે ઍવા પિતા, ને ધર્મ અને સેવા જેનો આત્મા છે ઍવી માતા!
પ્રેમ અને માત્ર પ્રેમ વરસાવતું સમગ્ર કુટુંબ!
વ્હાલી ઍક ખાટી-મીઠી બોરડી જેવી નાની બહેન! તો પીતરાઈ ભાઈ-બહેનો મારા ખાસ મિત્રો!
દોસ્તી ની વ્યાખ્યા જ જેના નામ સાથે આપું છું, ઍવી ઍક દોસ્ત!
અને અન્ય દોસ્તો પણ જાણે મારા જીવન નો ઉમંગ!
……………હવે ઈશ્વર પાસે બીજું શુ માંગું?
આટલું સુખ તો ખુદ ઈશ્વરે નથી મેળવ્યું!
મિત્રો, હજી ઍક વસ્તુ છે જે મને ઈશ્વર ની અમુલ્ય ભેટ તરીકે મળી છે…………માં સરસ્વતીનું વરદાન!
કલા પ્રત્યે ની રુચિ હું લોહી માં લઈને આવી છું! પણ ઍને પ્રગટ કરવાનો અવસર આજે મળ્યો છે.
મારા પરિવાર અને મિત્રો ની પ્રેરણાથી, આજે હુ મારા મન મંથન ને આપ સમક્ષ રજૂ કેરી રહી છું!
આપને તો હુ જાણતી નથી, છતાય સ્વજન તરીકે તમારો સાથ માંગુ છું!
આશા છે ક મારા મન મંથન ને તમે આવકારશૉ ને જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય માર્ગદર્શન આપશો.
આભાર,
કૃતિ

પ્રિય કૃતિ,
ગુજરાતી બ્લોગ-જગતમાં તારું હાર્દિક સ્વાગત છે…!
ખૂબ જ સુંદર શરૂઆત કરી છે તેં…! નિયતિત રીતે લખતી રહેજે… પરંતુ એક વણમાગી સલાહ પણ આપી દઉં કે કવિતાની quantity કરતાં quality પર વધારે ધ્યાન આપજે… હું પણ હવે આટલે સુધી પહોંચ્યા પછી આગળની સફરમાં ઓછી ગુણવત્તાવાળી વધારે કવિતા લખવા કરતાં વધારે ગુણવત્તાવાળી ઓછી કવિતા લખવાનું વધું પસંદ કરું છું… અને એટલે જ આજકાલ કવિતા લખવાનું જરા ઓછું થઈ ગયું છે, તો ભલે થઈ ગયું એની ચિંતા પણ નથી. ગઝલરૂપે લખેલી કવિતાઓની ગુણવત્તા વધારવા અને ખરેખર એને ગઝલ કહી શકાય એવી રીતે લખતા શીખવા માટે મને રઈશભાઈ મનીઆરની “ગઝલ: રૂપ અને રંગ” નામની ગઝલનાં છંદની પુસ્તિકા આપણા જેવા નવોદિતો માટે આશિર્વાદ સમાન છે મને ખૂબ કામમાં આવી છે અને હજીયે એ મારા ટેબલ પર પડેલી રહે છે.. એ બુક તુ જરૂર લઈ લેજે. જરા વધુ લખાઈ ગયું લાગે તો ક્ષમા…!
બ્લોગ માટે ફરી હાર્દિક અભિનંદન…! keep up the good work…!!
સસ્નેહ… ઊર્મિ
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ફન-એન-ગ્યાન ટૂલબાર (http://funngyan.com/toolbar/) પર ‘મહિલા વિશેષ’ વિભાગમાં ઉમેરી દીધો છે…
hii kruti
welcome to gujarati blog world…. !!
nice work !!
હાય કૃતિ, નેટવિશ્વમાં તારા આગમનને વધાવતા આનંદ આનંદ….
ઉર્મિની વાત સાચી છે.
તારી પાસે શબ્દ અને સંવેદના બંને છે. મા સરસ્વતીની કૃપા હમેશા તારી સાથે રહે એ શુભેચ્છાઓ
અંતરની અમીરાતથી છલકી રહે…
શબ્દોનો સથવારો કદી ન છૂટે
સુંદર રચાનાઓ આપતી રહે.અમે સૌ માણતા રહીશું..વધાવતા રહીશું..
નીલમમાસી…( માસી કેમ ? જવાબ મામા આપશે. )
http://paramujas.wordpress.com
ગુજરાતી શબ્દ-જગતમાં સ્વાગત. ઊર્મિએ કહેવાનું કહી દીધું છે એટલે મારા તરફથી માત્ર શુભેચ્છાઓ…
પ્રિય કૃતિ ,
ગુજરાતી બ્લોગ જગતમાં તારું હાર્દિક સ્વાગત છે… તારી સંવેદનાને વાચા આપતી રહે … અમે બધા, એ સંવેદનાને સમજી ને વધાવવા તૈયાર છીએ..
આ ગુજરાતી બ્લોગ જગત એક કુટુંબ જ છે …જેમાં બધા એકબીજાની સંવેદના ને સમજી શકે છે … વિચારોની આપ- લે કરી શકે છે … વડીલોનું વાત્સલ્ય – પ્રોત્સાહન -પ્રેરણા અને સ્નેહીજનોની અત્મીયતા- મૈત્રી, વિના માગ્યે મળતી રહે છે … આ નવી દુનિયામાં નિર્મળ સ્નેહનું પવિત્ર ઝરણું અવિરત વહ્યાં જ કરે છે…!
તને ઓળખતી નથી છતાં પણ ના જાણે કેમ … આ બધુ તને લખવા પ્રેરાઇ છુ..!!.. કદાચ આ જ છે અનોખું બંધન ..!
સુસ્વાગતમ્
બ્લોગ જગતમાં સ્વાગત તો વડીલો એ કરી જ દીધું છે … મારા તરફથી પણ આવકારના બે શબ્દો લખી દઉં ….
સંવેદનાસભર શબ્દો અને લાગણી નીતરતી પંક્તિઓ માણવા મળે એવી આશાસહ…
exellet blog. hope gujjus will share a world of gujarati with you.
request to help me for working on my blog.
શુભેચ્છાઓ…
raah jou chu taaraa sankalpa pramaane
taarI samvedansheel krutioni…
સ્વાગત.
Hey Kruti,
I hardly know you but came to know about you through the Posts you had in Orkut community. U have a lot that i would like to learn, well its the way you have created your blog. I do have a blog, but i am not so happy the way it looks and there is nothing i can do abt it coz i m not a software/web devloper. It seems you are. Take my appriciations for a beautifuly drafted blog that i have seen after a long time.
I do have a few blogs which expresses a few of my thoughts. one of them is http://look-at-india.blogspot.com/. I’ll appriciate if you could take a spare time and visit it. umm…!! this one s about ma way of looking at a few happenings of india.
and at last, kruti, here is something as we have in our gujarati tradition.. khali hathe to koi na ghare to na javai ne…!!
male jo manvi-manvi ne to biju su aapshe…..
be ghadi no sath jivan ma, ne jata thodi raakh aapse…!!
ek shabdo na shilpika ne bijo shabdo no murtikar male to … biju shu aapi shake…!!
“Akash”
P.S.: My apologies for not being able to write in Gujrati due to shortage of time.
હાર્દિક શુભેચ્છાઓ સાથે સ્વાગત
ગુજરાતી બ્લોગ-જગતમાં તારું હાર્દિક સ્વાગત છે…! આવકાર આનંદ આનંદ….
ગુજરાતી બ્લૉગ જગતમાં સ્વાગત. સારું લખો છો.
થોડો હળવા નિબંધ પર કામ કરી જુઓ … માનું છું ત્યાં સુધી સફળ થશો.
કમલેશ પટેલ ( શબ્દસ્પર્શ )
http://kcpatel.wordpress.com/
કૃતિ,
અનાયાસે જ અહીં આવી ચડ્યો.. આજે પ્રથમવાર જ મુલાકાત લીધી બ્લૉગની.. ખૂબ સુંદર છે.. ખૂબ શુભેચ્છાઓ..
કૃતિબેન,
આજે ખાંખાખોળા કરતાં અનાયાસ તમારા બ્લોગ પર આવી ચડ્યો. તમારો બ્લોગ અને તમારો પરિચય વાંચી આનંદ થયો. ગુજરાતી બ્લોગજગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. અનુકૂળતાએ પધારશો .. http://www.mitixa.com
આપનો બ્લોગ આજે જ નજરે ચઢ્યો. સૌ પ્રથમ તો ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત કરું છું. તમામ મુક્તકો ગમ્યાં.
hello kruti
well come to gujrati blog jagat
aaje achanak bhatakta bhatakta tamara blog ni mulakat thai khubaj saras blog banavyo che
ane tamaro parichay khubaj gamyo
khub khub abhinandan