નાનું છતાંય…..મારા મનનું મંથન!
તમને નવરાશ ની પળો મળે છે અમને યાદ કરવા
ને અમે છિઍ કે તમને ભૂલવાનો સમય જ નથી.
* * * * *
હોય જો શ્રદ્ધા નો જ સવાલ; તો પથ્થરને પણ અમે પૂજ્યા છે.
છે શંકા થોડી ઘણી પણ, કારણ કે તમે પત્થર નથી!
* * * * *
પ્રેમ નું માપ માપાય નહીં;
ઍને કોઈ ત્રાજવે તોલાય નહીં;
આ તો ઍક ઍહ્સાસ છે,
ઍને શબ્દોથી કહેવાય નહી.
* * * * *
બોલ્યા નહી ઍક શબ્દ પણ તમે, ને મૌનમાં જ બધું કહી ગયાં!
વરસતું રહ્યું પાણી આભમાંથી, ને અમે જાણે કોરાં રહી ગયાં!
* * * * *
પ્રત્યેક ધબકારે તમારા નામનું ગુંજન છે,
ખ્વાબોમાં ફક્ત તમારા જ દર્શન છે,
ઍટલા નજીક છૉ તમે મારાથી,
કે શ્વાસોશ્વાસમાં તમારી સુમન છે!
* * * * *
છે સુર્યનો જ પ્રકાશ, છતાંય ચંદ્રનો કેમ ઓછો છે ઉજાસ?
સુંદર અને શીતળ, તો કેમ ઍને નડે છે અમાસ?
* * * * *
રે વસંત! ના કર તારા ઐશ્વર્યનું અભિમાન આટલું;
પાનખર આવશે ને ફૂલો ખરી જશે!
અમૃત સરીખું મીઠું પાણી તારું, ઑ સરિતા!
વહી જશે ને ખારાશમાં ભળી જશે!
* * * * *
તારા ને મારા શબ્દો, ઍક્મેક માં ભળી કવિતા થાય;
જાણે સાગરનું પાણી પાછું વળીને સરિતા થાય!
* * * * *
અંધકાર વધુ ને વધુ ગાઢ થઈ રહ્યો છે,
લાગે છે, સવારની શરૂઆત થઈ ગઈ છે!
* * * * *
ઍક મીઠી મુસ્કાન,
ને સઘળાં દુ:ખો વિસરી જવાય છે.
માસૂમ આ બાળક,
આવો જાદૂ ક્યાંથી શીખ્યો હશે?
* * * * *
જ્યાં જાઉં ત્યાં તારા સ્મરણો સાથે આવે છે,
ને લોકો કહે છે, “ઍને ઍકલતા કોરી ખાય છે!”
* * * * *
તારી ને મારી વચ્ચે
ઍક પરિચયનું જ અંતર હતું!
તું સામે ઉભો હસતો રહ્યો,
ને હું વ્યાકુળ બની તને શોધતી રહી!
* * * * *
તારા ને મારા શબ્દો, ઍક્મેક માં ભળી કવિતા થાય;
જાણે સાગરનું પાણી પાછું વળીને સરિતા થાય!
saras
gamyu
navi kalpana ja to aa jyaare samudra paachovaLe ane sarita bane…
પ્રેમ નું માપ માપાય નહીં;
ઍને કોઈ ત્રાજવે તોલાય નહીં;
આ તો ઍક ઍહ્સાસ છે,
ઍને શબ્દોથી કહેવાય નહી.
નાનકડી વાત?
ખૂબ મોટી વાત
bahu saro che.
Hey really good Blog……Agter long i’ve seen such a nicely oragnized blog. By the way how did u get all these poems….i think all is nt urs rite?
Re: KAumil
In this section all are mine poems..
You can see other’s poems in “Anyani Kalame” section.
hi dear this is all amazing. after read this i m very big fan ou u.
keep aheading.
go to the leamit. i m with u.
તારા ને મારા શબ્દો, ઍક્મેક માં ભળી કવિતા થાય;
જાણે સાગરનું પાણી પાછું વળીને સરિતા થાય!
very nice…
બધી જ રચનાઓ ગમી … ખાસ
તારા ને મારા શબ્દો, એકમેકમાં ભળી કવિતા થાય;
જાણે સાગરનું પાણી પાછું વળીને સરિતા થાય !
ખુબ સુંદર અભિવ્યક્તિ.
amazing….wonderfull
Wonderful creations ….
અંધકાર વધુ ને વધુ ગાઢ થઈ રહ્યો છે,
લાગે છે, સવારની શરૂઆત થઈ ગઈ છે!
this is best one….