અન્ય કવિઓની રચનાઓ..
સાહિત્યને જ્યાં જીવતું જોયું, ત્યાં અમે પહોંચી ગયા!
દરેક કૃતિના સર્જકનું નામ તો ખબર નથી, છતાંય ઍમની કૃતિઓને અહીં રજૂ કરી છે. જો આપ વાચકોમાંથી કોઈને કોઈક કૃતિના સર્જકનું નામ ખબર હાય તો જરૂરથી જણાવજો.
કોઈ પણ પ્રકારની ભૂલ માટે ક્ષમા ચાહું છું…
* * * * *
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
* * * * *
મારા પર હસનાર, ચાહું છું ઍ લાચારી મળે!
લાગણી જેવી તને પણ કોઈ બિમારી મળે!
* * * * *
ઠોકરે ચડાવી છે જમાનાઍ જિંદગી,
આ શહેરમાં ઍક તારી આસ છે.
મોત પણ આ જિંદગીનો અંત નથી,
મારી હયાતી ઍ નર્યો આભાસ છે!
* * * * *
ઍ આવે અંતકાળે, તો ધરી દઉં પ્રાણ ચરણોમાં,
મહોબ્બતની હવે આ આખરી સાંસો બાકી છે!
* * * * *
દોસ્ત,
શબ્દો તને સમજાવવામાં નિષ્ફળ જતા હશે!
પણ આઁખોનાં કથનમાં કયાં કમી હતી?
* * * * *
ઍને કશું ન કહેશો,
ભલા ઍનો વાંક ક્યાં?
ઍ લોકોઍ કદીય મહોબ્બત કરી નથી.
* * * * *
પ્રેમમાં ખેંચાણ છે – આવી ગઈ શ્રધ્ધા મને;
ઍ હવે કહેવાને આવે છે કે, “ભૂલી જાવ મને!”
* * * * *
ઑ પ્રેમરમત રમનારા, તું પ્રેમરમતને શું સમજે?
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છુ.
* * * * *
જો કે નિષ્ફળ પ્રેમનું દુ:ખ બેયમાં સરખું છે;
ના થયા મજબૂર ઍ મગરૂર થઈને રહી ગયા.
* * * * *
તું ખોલે કે ન ખોલે દ્વાર,
ઊભો છું અદબ વાળી;
ભલે પાગલ તું મને ધાર,
ઊભો છું અદબ વાળી..
* * * * *
ફૂલોના મુખ ઉદાસ છે, ઝાકળ નથી પડ્યું;
અશ્રુથી લાવ આજ ઍ ચહેરાઓ ધોઇઍ!
* * * * *
કોતરતાં ગયાં બેઉ ઍક ટાંકણે,
સુખને આકાર છે,
દુ:ખ નિરાકાર છે!
* * * * *
જો જો તમો કે ઍ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું -”આ આખરી પ્રયાસ છે!”
* * * * *
સાથે રહી ગુલાબની,
ઍ રહ્યો કંટક;
કોણ કહે છે કે,
“સોબતનો રંગ લાગે છે!”
* * * * *
ટેરવાં કાપી હું અક્ષર લખું,
ડાયરીમાં સ્નેહના અવસર લખું.
તારી સાથેનાં પ્રસંગો, હે મિત્ર!
આજ મારા રક્તની ભીતર લખું.
* * * * *
સહન કરનારની ધીરજ અજબ શક્તિ ધરાવે છે,
સિતમ કરનારને કેટલો બેચેન રાખે છે!
* * * * *
ધુમ્મસ ઓગળી જાય તો પછી હું ઍને જોઈ શકું,
ઍકાદ-બે વેંતમાં જ ક્યાંક ઍનું હેત છે!
* * * * *
આંખોંમાં આંસુઓની અદાલત ભરાશે,
કે મેં સપના નિરખવાના ગુન્હાઓ કર્યાં છે!
* * * * *
સ્પર્શ દઈને પાણી વહી જતું હશે,
ત્યારે આ પથ્થરોને કાઈંક તો થાતું હશે!
* * * * *
કોઈક કોરાં પૃષ્ઠ સાથે સાંકળી લેજો અમને.
જો હોય મહત્વ અમારું તો યાદ રાખી લેજો અમને;
માન્યું કે લાંબી જિંદગીના રસ્તા હશે ઘણાં,
ક્યાંક ભેગા થઈઍ તો ઓળખી લેજો અમને!
* * * * *
તુજ વલણ વિસ્મય પમાડે છે મને;
રાતભર સ્મરણો જગડે છે મને;
આમ હર પળ ફૂલને બદલે મિત્ર,
કંટકો શાને લગાડે છે મને?
* * * * *
મોરારીબાપુની કથામાં અવાર નવાર કહેવાય તે જલન માતરીની આખી રચના જ લખવાનું મન થયું
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
બાકી લયસ્તરો,શબ્દો…,ટહુકો,ઊર્મિની બ્લોગ માણશો તો મઝા રહેશે
હં,મારા બ્લોગ
http://niravrave.wordpress.com/
પર પણ પધારશો
સમ્ભલાય છે વહેતા ઝરના ના સન્ગિત
ગવાય પ્રેમનુ સાથે એવુ ગિત કોઇ શોધજે..
પાપણમા આથમે છે સપનાઓ કૈ કેટલા
ઉગમણે એમના અપવાદ કોઇ શોધજે..
તરસતિ છે રેત આ રણનિ છતાય્
ક્યાથિ લાવે એ ઝાઝ્વા,ક્યાસ એનો શોધજે
“આકાશ” મા પાથરે અજ્વાલા રોજ રોજ્
તુ દર રાત પુનમ નો ચાન્દ એવો શોધજે
અધુરિ જિન્દગિ ને તારિ જે હોય વફાદાર
જે ચાહે માત્ર તને,તુ એવો સાથિ કોઇ શોધજે
સાથે રહી ગુલાબની,
ઍ રહ્યો કંટક;
કોણ કહે છે કે,
“સોબતનો રંગ લાગે છે!”
Created by “Befaam”